પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને 23 સપ્ટેમ્બર 2026ના રોજ રાજકોટ ગૂડ્ઝ શેડથી તમિલનાડુના ગંગઈકોંડાન માટે 21 વેગનમાં 1,351 ટન ઘઉંનું પ્રથમ લોડિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ માલગાડી આશરે 2,450 કિલોમીટરનું અંતર કાપશે, જેનાથી રેલવેને રૂ. 44.98 લાખની આવક થઈ છે. આ નવી ઉદ્ગમ-ગંતવ્ય જોડી માલ પરિવહનની નવી તકો વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
રાજકોટ રેલવેએ ગંગઈકોંડાન માટે ઘઉં પરિવહન કર્યું
Source: Aajkaal Gujarati