વડોદરાના ક્રિકેટર શિવાલિક શર્મા સામે તેની પૂર્વ મંગેતરે નોંધાવેલી દુષ્કર્મની FIR રાજસ્થાન હાઈકોર્ટે રદ કરી છે. કોર્ટે જણાવ્યું કે પુખ્ત વયના બે શિક્ષિત વ્યક્તિઓ વચ્ચે પરિવારની મંજૂરીથી સગાઈ અને સ્વૈચ્છિક સંબંધો બાદ સંબંધ તૂટવો એ દુષ્કર્મ ગણાય નહીં. આ ચુકાદાથી શિવાલિક સામેની તમામ ફોજદારી કાર્યવાહી પૂર્ણ થઈ છે.
શિવાલિક શર્મા સામેની દુષ્કર્મની FIR રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા રદ
Source: Gujarati Jagran