નવરાત્રિ નજીક આવતાં વડોદરામાં ઢોલ, તબલા, ઢોલક અને પખાવજ જેવા પરંપરાગત વાજિંત્રો તૈયાર કરવાનું કામ મહિના અગાઉથી શરૂ થઈ ગયું છે. તબલાની પૂરી બાંધવી, નવી શાહી લગાવવી અને સૂર ચોક્કસ પિચ પર બાંધવો એ બારીકાઈનું કામ છે. નવ દિવસ સુધી સળંગ વાગનારાં વાજિંત્રોને પરફેક્ટ કન્ડિશનમાં લાવવા કલાકારો કારીગરોના વર્કશોપમાં ધસારો કરી રહ્યા છે.
નવરાત્રિ પહેલાં વાજિંત્ર કારીગરો અને વાદકો વ્યસ્ત
Source: Gujarati Jagran