દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દ્વારકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મશાલ જલાવીને હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી સેવા જ્યોત યાત્રા કાઢવામાં આવી હતી. સભામાં રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરાયા હતા.
દ્વારકામાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ પદયાત્રા યોજાઈ
Source: Aajkaal Gujarati