WhatsAppએ Recent Media Suggestions નામનું નવું ફીચર શરૂ કર્યું છે, જેનાથી યુઝર્સ ગેલેરી ખોલ્યા વગર ચેટમાં જ ફોટો અને વીડિયો શેર કરી શકશે. WABetaInfoના રિપોર્ટ મુજબ, આ ફીચર Android અને iOSના પસંદગીના યુઝર્સ માટે ધીમે-ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે. ચેટ ઇન્ટરફેસમાં તાજેતરના મીડિયાનું થંબનેલ દેખાશે, પરંતુ સૂચન દેખાવાથી ફોટો કે વીડિયો આપમેળે મોકલાશે નહીં.
WhatsAppમાં નવું ફીચર, ગેલેરી ખોલ્યા વગર ફોટો-વીડિયો શેર કરો
Source: Gujarati Jagran