ગુજરાતના દરિયાકાંઠાના અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લામાં આજે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે સ્વેલ સર્જ વોચ સાથે યલો એલર્ટ જારી કર્યું છે. રાજ્યમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય; રાત્રે ઠંડી અને દિવસે ગરમી યથાવત રહેશે.
ગુજરાતના દરિયાકાંઠે આજે ઊંચા મોજા, યલો એલર્ટ
Source: Gujarati Jagran