યમનની રાજધાની સનાની નજીક બાની હુમૈશ વિસ્તારમાં સાઉદી અરબના હવાઈ હુમલામાં 33 લોકોનાં મોત અને 39 ઘાયલ થયાનો હૂતી સંચાલિત આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે, જ્યારે કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની આશંકા છે. હૂતીએ સાઉદી અરબને જવાબદાર ઠેરવ્યું છે, પરંતુ આંકડાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
યમનમાં સાઉદી હવાઈ હુમલો, 33ના મોત
Source: Gujarat First