અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે તા. 25 જુલાઈ (શનિવાર)એ શહેરની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પૂર્વસાવચેતી ભર્યું પગલું લેવામાં આવ્યું છે. ઉપરાંત, તમામ આંગણવાડીઓ તા. 27 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
અમદાવાદમાં ભારે વરસાદથી શાળા-કોલેજ બંધ, આંગણવાડી પણ 27 સુધી બંધ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies