ખેડામાં વરસાદ બાદ જળબંબાકાર, ખેતરો ડૂબ્યાં

ખેડામાં વરસાદ બાદ જળબંબાકાર, ખેતરો ડૂબ્યાં

ખેડા જિલ્લામાં વરસાદ બંધ થયા પછી પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ભલાડા અને માતર વિસ્તારમાં હજારો વિઘા ખેતીની જમીન હજુ પાણીમાં ગરકાવ છે, જ્યાં 7-8 ફૂટ સુધી પાણી ભરાયું છે અને પાકને વ્યાપક નુકસાન થયું છે. મહેમદાવાદના કેટલાક ગામોમાં ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. ધારાસભ્યો કલ્પેશ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી હતી.

Source: Gujarat First

Read the live feed on ZapIndies