વિરમગામના વડગાસ-ગોરૈયા રોડ પર બાઇક સવારોએ દુર્લભ ઝરખનો પીછો કરી લાકડીથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વન વિભાગે વીડિયો કબ્જે કરી 'નરેશ' નામના શખ્સની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. ઝરખ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સુરક્ષિત છે, અને પજવણી બિન-જામીનપાત્ર ગુનો છે.
દુર્લભ ઝરખની પજવણી, વન વિભાગ તપાસમાં
Source: Gujarat First
Read the live feed on ZapIndies