અમદાવાદમાં ભારે વરસાદ, DEOએ શાળાઓ માટે સૂચના આપી

અમદાવાદમાં ભારે વરસાદ, DEOએ શાળાઓ માટે સૂચના આપી

અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં થલતેજમાં એક કલાકમાં 1.69 ઇંચ અને સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ નોંધાયો. શહેરમાં સિઝનનો સરેરાશ 55.14 ટકા (19.85 ઇંચ) વરસાદ થઈ ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ શાળાઓને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને રજા અંગે નિર્ણય લેવા સૂચના આપી છે. વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.

Source: News18 Gujarati

Read the live feed on ZapIndies