પરીક્ષા સુધારા માટે નંદન નીલેકણીની આગેવાનીમાં ટાસ્ક ફોર્સ

પરીક્ષા સુધારા માટે નંદન નીલેકણીની આગેવાનીમાં ટાસ્ક ફોર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. પેપરલીકની ઘટનાઓ બાદ આ પગલું લેવાયું છે. ટાસ્ક ફોર્સમાં ઇસરોના પૂર્વ ચેરમેન એસ. સોમનાથ, પૂર્વ આઇબી ડાયરેક્ટર તપન ડેકા, આઇઆઇટી ચેન્નાઈના ડાયરેક્ટર વી. કામકોટી, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃતલાલ મીણાનો સમાવેશ થાય છે. મોદીએ કહ્યું કે અહેવાલના આધારે પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા પગલાં લેવાશે. કોંગ્રેસના જયરામ રમેશે આને પીએમની ખરડાયેલી છબી સુધારવાનો પ્રયાસ ગણાવ્યો.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies