બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગે ૩૦ જુલાઈથી રાજ્યમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અગાઉના રાઉન્ડમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ વરસાદની ઘટ છે. નવી સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત પહોંચશે, જેના કારણે ૩૧ જુલાઈ અને ૧ ઑગસ્ટે સૌથી વધુ અસર થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies