અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં બુધવારે ઐતિહાસિક તેજી જોવા મળી. સેન્સેક્સ 3.95 ટકા ઉછળીને 77,562.90 અને નિફ્ટી 3.78 ટકા વધીને 23,997.35 પર બંધ રહ્યા. આ સમયગાળા દરમિયાન ભારતીય રૂપિયો ડોલર સામે 42 પૈસા મજબૂત થઈ 92.58 પર પહોંચ્યો. નિષ્ણાતોના મતે, જો શાંતિ ચાલુ રહેશે તો વિદેશી રોકાણકારો ભારતમાં વધુ ભંડોળ ઠાલવી શકે છે.
અમેરિકા-ઈરાન સીઝફાયરથી શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો
Source: Gujarat First
Read the live feed on ZapIndies