ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઇંચ વરસાદ પડ્યો. માત્ર 2 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 155 તાલુકામાં મેઘમહેર
Source: Gujarat Mitra
Read the live feed on ZapIndies