E20 પેટ્રોલથી માઈલેજ ઘટતું નથી: ગડકરી

E20 પેટ્રોલથી માઈલેજ ઘટતું નથી: ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું કે E20 પેટ્રોલને કારણે વાહનોના માઈલેજ કે એન્જિનની ટકાઉ ક્ષમતા પર કોઈ મોટી નકારાત્મક અસર જોવા મળી નથી. વ્યાપક પરીક્ષણોમાં જૂનાં વાહનોમાં પણ કોઈ નોંધપાત્ર સમસ્યા નથી. માઈલેજ ડ્રાઇવિંગ, રસ્તા જેવા અનેક પરિબળો પર આધારિત છે. BS-III ધોરણવાળા કેટલાંક વાહનોમાં નાના ફેરફારની જરૂર પડી શકે છે, જે સર્વિસિંગમાં સરળ છે.

Source: Chitralekha Gujarati

Read the live feed on ZapIndies