ભારે વરસાદની આગાહી: ગુજરાત પોલીસ હાઇ એલર્ટ, NDRF-SDRF સજ્જ

ભારે વરસાદની આગાહી: ગુજરાત પોલીસ હાઇ એલર્ટ, NDRF-SDRF સજ્જ

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યનું પોલીસ તંત્ર હાઇ એલર્ટ પર આવી ગયું છે. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તમામ પોલીસ વડાઓને 24 કલાક સતર્ક રહેવા આદેશ આપ્યો હતો. NDRF અને SDRF ટીમો સાથે સંકલન સાધી રેસ્ક્યૂ બોટ અને બચાવ સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો માટે સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યો છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies