ભારતીય રેલવેએ ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કર્યું. મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત (ટ્રેન નં. 20901) મારફતે આ હૃદય 217 મિનિટમાં અમદાવાદ પહોંચાડાયું હતું. અમદાવાદના પ્લેટફોર્મ નંબર-1થી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી સુધી RPF અને પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ યુ.એન. મહેતા હોસ્પિટલમાં થશે.
વંદે ભારતમાં પ્રથમ વખત લાઇવ હાર્ટનું સફળ પરિવહન
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies