રાજકોટમાં કાર-ટ્રક અકસ્માતે યુવકનું મોત

રાજકોટમાં કાર-ટ્રક અકસ્માતે યુવકનું મોત

રાજકોટના ન્યૂ ગોંડલ રિંગ રોડ-૨ પર કાળીપાટ ગામ નજીક ગઈકાલે સાંજે સ્વિફ્ટ કાર અને ભારે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો ભૂકો બોલી જતાં ચાલક જયદીપભાઈ વેકરીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતદેહ કાટમાળમાં ફસાઈ જતાં ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક સ્પ્રેડર અને રસાની મદદથી લગભગ એક કલાકમાં બહાર કાઢ્યો હતો. આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies