અમદાવાદના શીલજ વિસ્તારમાં 17 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત હાઈટેક સ્મશાનગૃહના પ્રવેશ રેમ્પમાં મોટું ગાબડું પડ્યું છે. સાત મહિના પહેલાં જ તૈયાર થયેલા આ સ્મશાનગૃહનો તળાવ બાજુનો રેમ્પનો ભાગ સંપૂર્ણ બેસી ગયો હતો. મ્યુનિસિપલ ઈજનેરે જણાવ્યું કે નીચેથી પસાર થતી સર્વિસ લાઈનને કારણે સેટલમેન્ટ થયું હતું, જે ભાગ તોડીને નવો રેમ્પ બનાવી દેવાયો છે. જોકે બાંધકામ પહેલાં સોઈલ ટેસ્ટ ન કરાયાના સવાલો ઉઠ્યા છે.
અમદાવાદના શીલજ સ્મશાનગૃહના રેમ્પમાં ગાબડું, સવાલો ઉઠ્યા
Source: Gujarat Samachar
Read the live feed on ZapIndies