વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક પછી પણ શહેરના વોર્ડ નંબર-2 અને વોરાની ચાલી સહિતના વિસ્તારો જળબંબાકાર છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાથી અને વીજળી ગુલ થઈ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આરોપ છે કે તંત્રએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી, જેના કારણે લોકોનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે.
વિરમગામમાં 48 કલાક બાદ પણ પૂરના પાણી ન ઓસર્યાં
Source: TV9 Gujarati
Read the live feed on ZapIndies