ભારતીય હવામાન વિભાગે ૯ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, પરંતુ કોઈ ભારે વરસાદનો એલર્ટ નથી. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાનારી સિસ્ટમથી ૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. અત્યાર સુધી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની અછત છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી.
ગુજરાતમાં ૮થી ૧૫ ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી
Source: News18 Gujarati
Read the live feed on ZapIndies