કીર્તિ પટેલની જેલમાંથી કસ્ટડી લઈ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ

કીર્તિ પટેલની જેલમાંથી કસ્ટડી લઈ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ

વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નવો ગુનો નોંધાયો છે. પુણા પોલીસે લાજપોર જેલમાંથી તેની કસ્ટડી મેળવીને તપાસ શરૂ કરી છે. પીડિત મકાનમાલિક કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલે આરોપ લગાવ્યો છે કે તેણે ૨૦૧૯થી ભાડું ન ચૂકવતા ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો અને કોરોના નિયમોનો ગેરલાભ ઉઠાવ્યો હતો. અગાઉ તે બદનક્ષી, ધાકધમકી અને ખંડણીના કેસમાં જેલમાં હતી.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies