ચંદ્ર પર આજે ફાલ્કન-9 રોકેટની ટક્કર, નવો ખાડો સર્જાશે

ચંદ્ર પર આજે ફાલ્કન-9 રોકેટની ટક્કર, નવો ખાડો સર્જાશે

અમેરિકન સ્પેસએક્સ કંપનીનું ફાલ્કન-9 રોકેટ આજે બપોરે 12:05 વાગ્યે (ભારતીય સમય) ચંદ્રની સપાટી સાથે અથડાશે. આ ટક્કરથી ચંદ્ર પર આશરે 17 મીટર વ્યાસનો નવો ખાડો બનશે. રોકેટનો ઉપલો તબક્કો, જેનું વજન 4,000 કિલોગ્રામ છે, તે 8,700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાશે. આ ઘટના પૃથ્વી પરથી નરી આંખે નહીં દેખાય, પરંતુ શક્તિશાળી ટેલિસ્કોપથી ધૂળનો વાદળ જોઈ શકાશે. વૈજ્ઞાનિકો માટે આ અભ્યાસનો વિષય બનશે.

Source: Gujarati Jagran

Read the live feed on ZapIndies