અમદાવાદ DEOનો નિર્ણય: રવિવારે પણ શાળાઓ ચાલુ રાખી શકાશે

અમદાવાદ DEOનો નિર્ણય: રવિવારે પણ શાળાઓ ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે શાળા સંચાલકો સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળા ચાલુ રાખી શકશે. આ દરમિયાન બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન વર્ગો યોજવા અને મૂલ્યાંકન જેવી કામગીરી કરી શકાશે. જોકે, વિદ્યાર્થીઓની સુરક્ષા અને હવામાનની સ્થિતિને પ્રાથમિકતા આપવાની રહેશે, અને વાલીઓને અગાઉથી જાણ કરવી ફરજિયાત રહેશે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies