કેન્દ્ર સરકારે લુ લાગવા (હીટ સ્ટ્રોક) અને વીજળી પડવાને કુદરતી આફતો તરીકે માન્યતા આપી છે. હવે આ ઘટનાઓથી પ્રભાવિત લોકો અને રાજ્યો એસડીઆરએફ અને એનડીઆરએફ ભંડોળમાંથી વળતર મેળવી શકશે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આ જાહેરાત કરી હતી. ૧૬મા નાણા પંચની ભલામણ બાદ આ નિર્ણય લેવાયો છે. આ વર્ષે માર્ચ-જુલાઈ દરમિયાન હીટ સ્ટ્રોકના ૪,૮૫૩ કેસ નોંધાયા હતા, જેમાં ૨૦ મૃત્યુ થયા હતા.
લુ લાગવા અને વીજળી પડવાને આપત્તિ યાદીમાં સામેલ કરાયા
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies