ગુજરાત સરકારે પંચાયતી રાજમાં પારદર્શકતા અને જવાબદારી વધારવા મહત્વનો નિર્ણય કર્યો છે. હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં જ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની અધ્યક્ષતામાં ફરજિયાત 'એગ્ઝિટ કૉન્ફરન્સ' યોજાશે, જેમાં ગંભીર નાણાકીય ગેરરીતિઓ સામે તાત્કાલિક શિસ્તભંગ, નિવારક અથવા કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાશે. આ પગલાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે.
પંચાયતી રાજમાં પારદર્શકતા માટે DDOને તાત્કાલિક કાર્યવાહીની સત્તા
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies