લોકસભામાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (સંશોધન) વિધેયક, 2026 પસાર થતાં કેન્દ્ર સરકારને UPI સહિતના ઈલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લાદવાની સત્તા મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આ વિધેયકથી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ માટે સ્થિર રેવેન્યુ મોડેલ ઊભું કરવાનો ઉદ્દેશ છે. જોકે, હાલમાં UPI પર ક્યારે, કોના પર અને કેટલો ચાર્જ લાગશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. નિષ્ણાતોના મતે, MDR લાગુ થાય તો પણ તેની અસર મોટા મૂલ્યના વેપારી વ્યવહારો પર જ પડી શકે છે, જ્યારે P2P ટ્રાન્સફર મફત રહેવાની શક્યતા છે.
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? નવા વિધેયકથી સરકારને સત્તા
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies