ચોટીલા અને થાનગઢમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે સરપ્રાઈઝ રેડ કરી ગેરકાયદેસર ફાયરક્લે અને સફેદ માટી વહન કરતા 5 ટ્રેક્ટર જપ્ત કર્યા છે. જપ્ત મુદ્દામાલની કિંમત રૂ. 30 લાખ આંકવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો કે આ ટ્રેક્ટર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામથી આવી રહ્યા હતા. તંત્રે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ચોટીલામાં ગેરકાયદેસર ખનિજ વહન: 5 ટ્રેક્ટર અને રૂ. 30 લાખનો મુદ્દામાલ જપ્ત
Source: Gujarat First
Read the live feed on ZapIndies