PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી ગઠબંધનની શક્યતા વધી

PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી ગઠબંધનની શક્યતા વધી

શિરોમણિ અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શુક્રવારે સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જેના પગલે પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો તેજ બની છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પંજાબ વિધાનસભાની ચૂંટણી થોડા મહિના દૂર છે અને પીએમ મોદીએ તાજેતરમાં બે વખત રાજ્યની મુલાકાત લીધી છે. આરોપો અને ભૂતકાળના મતભેદો છતાં બંને પક્ષોને એકબીજાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

Source: Chitralekha Gujarati

Read the live feed on ZapIndies