મોરબીના રંગપર નજીક CID ક્રાઈમ અને ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમે એક બંધ સિરામિક ફેક્ટરીમાં દરોડો પાડી 804 બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું. દરેક બેગમાં આશરે 45 કિલો યુરિયા હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ ફેક્ટરી અને મુદ્દામાલ સીલ કરી દીધા છે. ખાતરના સ્ત્રોત અને સંગ્રહ પાછળના નેટવર્ક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં CID ક્રાઈમનો દરોડો: બંધ ફેક્ટરીમાંથી 804 બેગ યુરિયા ઝડપાયું
Source: Mantavya News
Read the live feed on ZapIndies