જાળીયા ગામે શિક્ષકોની અછત સામે શાળાને તાળાબંધી

જાળીયા ગામે શિક્ષકોની અછત સામે શાળાને તાળાબંધી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતના વિરોધમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે. તેઓએ ગારીયાધાર તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક શિક્ષકોની નિમણૂકની માંગ કરી છે. વાલીઓનો આરોપ છે કે શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું નથી. તંત્રની કાર્યવાહી પર હવે સૌની નજર છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies