કપડવંજમાં B-Complexને 'રતવાની દવા' ગણાવી વેચતો ડૉક્ટર ઝડપાયો

કપડવંજમાં B-Complexને 'રતવાની દવા' ગણાવી વેચતો ડૉક્ટર ઝડપાયો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ધોળીકૂઈ ગામમાં FDCAએ ગેરકાયદે દવા ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કર્યો છે. એક BHMS ડૉક્ટર છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય વિટામિન B-Complex પ્રવાહીનું રીપેકિંગ કરીને તેને બાળકોમાં થતા 'રતવા' રોગની અચૂક દવા તરીકે રૂ. 80 પ્રતિ બોટલના ભાવે વેચતો હતો. તપાસમાં કોઈ કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી. દવાના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે, અને રિપોર્ટ બાદ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ થશે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies