ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 11 ઓગસ્ટે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ પરનું લો-પ્રેશર ક્ષેત્ર નબળું પડી રહ્યું છે, પરંતુ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના જણાવ્યા મુજબ, આવતીકાલથી વરસાદનું જોર વધશે અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Source: News18 Gujarati

Read the live feed on ZapIndies