કોલંબિયામાં સોમવારે સવારે 7.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તારાજી સર્જી છે. રાજધાની બોગોટાથી 400 કિલોમીટર દૂર સાન જોસ ડેલ પાલ્મરમાં કેન્દ્ર ધરાવતા આ ભૂકંપમાં અત્યાર સુધી 47 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ છે. પેરેરા, કાલી અને ક્વિબ્ડો સહિત અનેક શહેરોમાં ઈમારતો ધરાશાયી થઈ છે. આંચકા પડોશી દેશો ઈક્વાડોર અને વેનેઝુએલામાં પણ અનુભવાયા હતા. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
કોલંબિયામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 47ના મોત
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies