યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં રશિયન હવાઈ હુમલામાં ખેતર પર બોમ્બમારો થતાં ઓછામાં ઓછા 6 લોકોના મોત અને 8 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુરુવારે વહેલી સવારે થયેલા આ હુમલાની પુષ્ટિ ગામના વડા વાલેરી ડેરેકાએ કરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ હુમલાની સખત નિંદા કરી છે.
ખાર્કિવમાં રશિયન હુમલો, 6ના મોત, 8 ઘાયલ
Source: Aajkaal Gujarati