ફિજીમાં એચઆઈવીના વધતા કેસોને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ છે. દર 60 પુખ્તમાંથી એક વ્યક્તિ ચેપગ્રસ્ત છે, જે પાંચ વર્ષ પહેલાં દર 167માંથી એક હતું. ડ્રગ્સ લેનારાઓમાં લોહી વહેંચવાની 'બ્લૂટૂથિંગ' પ્રથા એચઆઈવી ફેલાવવાનું જોખમ વધારે છે. યુ.એન.એઇડ્સના અંદાજ મુજબ વિશ્વભરમાં 4.1 કરોડ લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે.
ફિજીમાં બ્લૂટૂથિંગથી એચઆઈવીનો ખતરો વધ્યો
Source: BBC Gujarati