અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં 'પ્રકૃતિ વંદના' કાર્યક્રમ યોજાયો, જેમાં મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ સહિત 25થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોએ ભાગ લીધો. કેમ્પસમાં 100 રોપાઓનું વૃક્ષારોપણ અને તુલસી પૂજા કરાઈ, જ્યાં ટકાઉ જીવનશૈલી અપનાવવાનો સામૂહિક સંકલ્પ લેવાયો. વક્તાઓએ પાણીની બચત, પ્લાસ્ટિક ટાળવા અને કચરો ઘટાડવા પર ભાર મૂક્યો.
જેજી યુનિવર્સિટીમાં 'પ્રકૃતિ વંદના', 100 રોપાઓનું વૃક્ષારોપણ
Source: Gujarat First