સુરતના પલસાણામાં મમતા દિવસ કાર્યક્રમમાં રસીકરણ બાદ પાંચ બાળકોને પેરાસિટામોલને બદલે ડાયાબિટીસની દવા ગ્લાઇમિપિરાઇડ-2 એમજી આપવામાં આવી, જેનાથી તેમની તબિયત લથડી. બાળકોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આરોગ્ય વિભાગે જવાબદાર મહિલા હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી તપાસ શરૂ કરી છે.
પલસાણામાં રસીકરણ બાદ 5 બાળકોને ખોટી દવા, હેલ્થ વર્કર સસ્પેન્ડ
Source: Zee 24 Kalak