સુરતના પલસાણા તાલુકામાં 24 સપ્ટેમ્બરે મમતા દિવસ રસીકરણ કાર્યક્રમમાં 5 બાળકોને પેરાસિટામોલને બદલે ભૂલથી ડાયાબિટીસની દવા ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી. આપવામાં આવી હતી. દવાની આડઅસરથી બાળકોની તબિયત લથડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામની સ્થિતિ સ્થિર છે. જવાબદાર મહિલા હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરાઈ છે.
સુરતમાં રસીકરણ બાદ 5 બાળકોને ડાયાબિટીસની ગોળી, હેલ્થ વર્કર સસ્પેન્ડ
Source: Aajkaal Gujarati