ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અફઘાન મહિલા પત્રકારે તાલિબાન અને અફઘાન મહિલાઓના અધિકારો અંગે પાકિસ્તાનના વલણ પર સવાલ કર્યો હતો. જવાબમાં આસિફે પત્રકારના વસ્ત્રો તરફ ઈશારો કરીને ગળા પાસે હાથ ફેરવ્યો હતો, જેને કેટલાક યુઝર્સે ધમકી ગણાવી છે. વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
ખ્વાજા આસિફનો અફઘાન મહિલા પત્રકાર સાથેનો વિવાદિત વીડિયો વાયરલ
Source: Mantavya News