બનાસકાંઠાના વડગામ તાલુકાનાં લીલાબહેન ચૌધરી અને તસલીમબહેન પશુપાલનમાંથી વાર્ષિક લાખોની આવક મેળવી કરોડપતિ બન્યાં છે. લીલાબહેન દરરોજ રૂ. 42,000નું દૂધ ભરાવે છે અને ચાર પરિવારોને રોજગારી આપે છે, જ્યારે તસલીમબહેને 2025-26માં બનાસ ડેરીમાં રૂ. 2.94 કરોડનું દૂધ ભરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
બનાસકાંઠાની મહિલાઓ પશુપાલનથી કરોડપતિ
Source: BBC Gujarati