ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026ની સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 44મી મિનિટે ઈશિકા ચૌધરીએ પેનલ્ટી કોર્નર પર અને 48મી મિનિટે કેપ્ટન સલીમા ટેટેએ ફીલ્ડ ગોલ કર્યો હતો. હવે ભારતનો ખિતાબી મુકાબલો ચીન સામે થશે, જેણે જાપાનને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ભારત 1982 પછી પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવાની તક ધરાવે છે.
ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં, દક્ષિણ કોરિયાને 2-0થી હરાવ્યું
Source: Aajkaal Gujarati