અમદાવાદમાં ચાર ગંભીર ઘટનાઓ બાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને વિદ્યાર્થીઓના વર્તન પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરવા સૂચના આપી છે. શિક્ષકોને સતત સંવાદ જાળવવા અને વર્તનમાં ફેરફાર જણાય તો તાત્કાલિક પગલાં લેવા જણાવાયું છે. ગંભીર ઘટનાઓને શાળાની આંતરિક બાબત ન ગણતાં પોલીસને જાણ કરવા પણ કહેવાયું છે.
અમદાવાદમાં શાળાઓને વિદ્યાર્થી વર્તન પર કાઉન્સેલિંગનો આદેશ
Source: Mantavya News