અઝરબૈજાનમાં સ્કૂલ ડ્રેસ કોડને લઈને વિવાદ વકર્યો છે. હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકાને પ્રવેશ ન મળતાં વિરોધ ફાટી નીકળ્યો છે. કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો છે. સરકાર ધર્મનિરપેક્ષતા અને સમાનતાનો બચાવ કરે છે, જ્યારે વિરોધીઓ હિજાબને ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ગણાવે છે. તુર્કિયેમાં પણ વિરોધ પ્રદર્શન થયાં છે.
અઝરબૈજાનમાં હિજાબ વિવાદ, વિદ્યાર્થિનીઓનો વર્ગ બહિષ્કાર
Source: Mantavya News