ચીનના વિરોધ બાદ ભારતે સ્પષ્ટ કર્યું છે કે લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે લદ્દાખના 28 સ્થળોને સર્વે ઓફ ઈન્ડિયાના નકશામાં પ્રમાણભૂત નામો આપવાની પ્રક્રિયા સ્થાનિક હિતધારકો સાથે પરામર્શ બાદ કરવામાં આવી છે. ચીનની પ્રવક્તા માઓ નિંગે આ પગલાને એકતરફી અને ગેરકાયદેસર ગણાવ્યું હતું.
લદ્દાખ ભારતનો અભિન્ન હિસ્સો: ચીનને ભારતનો સીધો જવાબ
Source: Mantavya News