જયપુરમાં સોનાના વરખ અને સુવર્ણ ભસ્મથી બનેલી અશર્ફી મીઠાઈ લોન્ચ થઈ છે, જેનો ભાવ 1.23 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. 9 ગ્રામના નંગની કિંમત 1,111 રૂપિયા અને 9 નંગના બોક્સની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. આઉટલેટના સ્થાપક અંજલિ જૈનના જણાવ્યા મુજબ 1,111 શુભ આંકડો હોવાથી આ ભાવ નક્કી કરાયો છે. કોર્પોરેટ અને લક્ઝરી ગિફ્ટિંગમાં તેની સારી માંગ છે.
જયપુરમાં સોનાના વરખવાળી મીઠાઈ, કિલોના 1.23 લાખ રૂપિયા
Source: Gujarat First