ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે જણાવ્યું કે નવેમ્બરના ઇન્ટરનેશનલ બ્રેક બાદ પોર્ટુગલની નંબર-7 જર્સી પરત કરશે. 2003માં કઝાકિસ્તાન સામે શરૂ થયેલી 23 વર્ષની સફરમાં તેમણે 234 મેચ રમી 146 ગોલ કર્યા, જે વિશ્વ રેકોર્ડ છે. છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા, પણ ટાઇટલ ન મળ્યું.
રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી
Source: Mantavya News