દિવાળી નિમિત્તે જામનગરના બજારોમાં ખરીદીનો ધમધમાટ છે, પરંતુ પંચાંગ, કેલેન્ડર, રોજમેળ અને રોજનીશી જેવી પરંપરાગત સામગ્રીની માંગ ધીમે ધીમે ઘટી રહી છે. ચાંદી બજાર રોડ, સેન્ટ્રલ બેંક રોડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં તેમજ બુક સ્ટોલ પર આ સામગ્રીનું વેચાણ થઈ રહ્યું છે. મોબાઈલ, કોમ્પ્યુટર અને ડિજિટલ કેલેન્ડરના વપરાશથી તિથિ, વાર અને રજાની માહિતી સહેલાઈથી મળતી હોવાથી ગ્રાહકોનો પ્રતિસાદ નબળો રહ્યો છે.
ડિજિટલ યુગમાં પંચાંગ અને કેલેન્ડરની માંગ ઘટી
Source: Aajkaal Gujarati