ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર સુરતના પટેલ પરિવારની ઈનોવા કાર ખીણમાંથી ભાગીરથી નદીમાં ખાબકતાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે બે મહિલાઓ લાપતા છે. મૃતકોમાં વકીલ અશોકભાઈ પટેલ, તેમની 19 વર્ષીય પુત્રી રૂતિકા, ઘનશ્યામભાઈ સરવાળિયા અને ડ્રાઈવર સુરેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. 17 વર્ષીય વેદાંતને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવાયો છે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રીઓની કાર ખીણમાં ખાબકી, ચારના મોત
Source: BBC Gujarati